કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે.
કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા 'ખુદ્દારી'માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવામાં આવ્યું છે. ત્યાર પછીની 'ડોમેસ્ટિક વાયોલન્સ'ની અંદર કેવી રીતે એક મહિલા પુરુષને ખોટી રીતે બ્લૅકમેઈલ કરે છે અને પોતાના સંતાનને એબોટ થવાથી બચાવવા માટે એક પુરુષ ખોટો આરોપ કઈ રીતે ખુદ પર લઈ છે, એ વિશેની વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. 'કેસરિયા' વાર્તામાં...